ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 22, 2025 7:12 પી એમ(PM)

printer

રાજયની ઇમરજન્સી હેલ્પલાઇન સેવા 112ને ઓછા સમયમાં ઘટનાસ્થળે પહોંચવામાં સફળતા મળી.

રાજયમાં વિવિધ તાત્કાલિક સેવાઓને પહોંચી વળવા માટે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન 112 એ ઓછા સમયમાં ઘટનાસ્થળે પહોંચવામાં સફળતા મેળવી છે.
રાજયના લોકોને તમામ પ્રકારની તાત્કાલીક સહાય મેળવવા માટે રાજય સરકારે 112 હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે. આ અંગે રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આજે જણાવ્યું હતું કે હેલ્પ લાઇન નંબર 112ને અદ્યતન ટેકનોલોજી સાથે સાંકળીને ઝડપથી ઇમરજન્સી સ્થળે પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ડીજીપી વિકાસ સહાયે વધુમાં જણાવ્યું હતું કે, રાજયના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 112 હેલ્પલાઇનને કોલ મળે એટલે આઠ મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચીને એક નવી સફળતા મેળવી છે.