મે 17, 2025 7:19 પી એમ(PM)

printer

રાજયના અનેક જિલ્લાઓમાં આજે તિરંગા યાત્રા યોજાઇ-મુખ્યમંત્રી અમદાવાદમાં તિરંગા બાઇક રેલીમાં જોડાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં લપકામણ ગામથી અદાણી શાંતિગ્રામ સુધીની તિરંગા બાઇક રેલીમાં જોડાયા હતા. શ્રી પટેલે આ રેલીમાં સહભાગી થઈને યુવાનો અને ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કર્યો હતો.
દરમિયાન, અમરેલી શહેરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં વિધાનસભાના નાયબ મુખ્યદંડક કૌશિક વેકરીયા, ધારાસભ્ય હીરા સોલંકી, જે.વી. કાકડિયા, મહેશ કસવાળા, જનક તળાવિયા અને સાંસદ ભરત સુતરીયા જોડાયા હતા.
કચ્છના લખપત તાલુકાના દયાપર ખાતે યોજાયેલી તિરંગા રેલીમાં દેશભક્તિના સૂત્રોચ્ચાર અને ગીતો ગુંજ્યા હતા.