ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 20, 2024 7:40 પી એમ(PM)

printer

રાજધાની દિલ્હીમાં આજે દિલ્હી હાફ મેરેથોનની 19મી કડીનું આયોજન કરવામાં આવ્યું

રાજધાની દિલ્હીમાં આજે દિલ્હી હાફ મેરેથોનની 19મી કડીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંરક્ષણ વડા જનરલ અનિલ ચૌહાણ, ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી અને અન્ય અધિકારીઓએ હાફ મેરેથોનને લીલી ઝંડી આપી હતી. આ મેરેથોનમાં યુગાન્ડાના ઓલિમ્પિક ચેમ્પિયન જોશુઆ ચેપ્ટેગીએ પુરૂષ વર્ગનું ટાઇટલ જીત્યું હતું અને ઇથોપિયાના અલેમાદ્દિસ ઇયાયુએ મહિલા વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
જવાહરલાલ નેહરુ સ્ટેડિયમથી શરૂ થયેલી મેરેથોન ભીષ્મ પિતામહ માર્ગ, લોધી રોડ, મથુરા રોડ, રફી માર્ગ અને સંસદ માર્ગમાંથી પસાર થઈ અને સ્ટેડિયમ સંકુલની બહાર સમાપ્ત થઈ. આ મેરેથોનમાં હજારો લોકોએ ભાગ લીધો હતો.
મીડિયા સાથે વાત કરતા ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કહ્યું કે મેરેથોનનું વાતાવરણ ખૂબ જ ઉત્સાહપૂર્ણ હતું અને તે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનું ઉત્તમ ઉદાહરણ છે.