રાજધાનીમાં દિલ્હી હાટ આઈએનએ ખાતે ખાસ ખાદી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં ખાદી મહોત્સવ અંતર્ગત આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.તેનો ઉદ્દેશ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોને પ્રોત્સાહન આપવાનોઅને ખાદી કારીગરોની આવક વધારવાનો છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જીતન રામ માંઝીએ ગઈકાલે પ્રદર્શનનું ઉદ્ઘાટનકર્યું હતું. આ પ્રસંગે શ્રી માઝીએ લોકોને શક્ય તેટલી વધુ ખાદી અને સ્થાનિકઉત્પાદનો ખરીદવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય સ્થાનિકકારીગરો અને પરંપરાગત કારીગરોની આર્થિક સ્થિતિને મજબૂત કરવાનો છે.
Site Admin | ઓક્ટોબર 19, 2024 6:30 પી એમ(PM)
રાજધાનીમાં દિલ્હી હાટ આઈએનએ ખાતે ખાસ ખાદી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
