રાજકોટમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં પાંચ લાખ 78 હજાર કરોડ રૂપિયાના રોકાણ અને પાંચ હજાર 492 પરિયોજના માટે સમજૂતી કરાર – MoU થયા. જ્યારે ચાર લાખ 55 હજાર 65 કરોડ રૂપિયાના રોકાણ માટે સૌથી વધુ MoU ઉર્જા, તેલ અને ગેસ ક્ષેત્રમાં થયા છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે કહ્યું, VGRCCમાં સૌથી વધુ એક લાખ 25 હજાર કરોડ રૂપિયાના 458 પરિયોજનાના કરાર કચ્છમાં કરાયા છે. આ કરારથી રાજ્યમાં છ લાખ 26 હજારથી વધુ રોજગારીની નવી તકનું સર્જન થશે.
Site Admin | જાન્યુઆરી 16, 2026 7:14 પી એમ(PM)
રાજકોટ VGRCમાં પાંચ લાખ 78 હજાર કરોડના રોકાણ અને પાંચ હજારથી વધુ પરિયોજના માટે સમજૂતી કરાર થયા.