રાજયભરમાં હાલ પૂલની માળખાકીય પરિસ્થિતી અંગે નિરીક્ષણ હાથ ધરાઇ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ આવેલા 12 જેટલા પુલો પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.સમગ્ર રાજ્યમાં રોડ રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છમાં રોડ રસ્તાના રિપેરિંગ સાથે કેટલાંક ભયજનક બ્રિજ બંધ કરવામાં આવ્યા છે.કચ્છના અબડાસા તાલુકામાં તેરા પાસે આવેલા લાખણીયા મેજર બ્રિજના નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. હાલમાં બ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. વરસાદી ઋતુમાં ખાસ કરીને કોઈપણ ગામ સંપર્કવિહોણું બને નહીં તે ઉદ્દેશથી કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ પુલના કામને મંજૂરી આપવામાં આવી છે.રાજકોટ જિલ્લામાં નાના મોટા 741 પુલ પૈકી 619 પુલ સારી સ્થિતિમાં, જયારે 96 પુલ મોટરેબલ એટલે કે વાહન વ્યવહાર માટેની યોગ્ય સ્થિતિમાં કાર્યરત છે. જ્યારે 20 પુલ ખરાબ સ્થિતિમાં અને 6 પુલ અતિ બિસમાર પરિસ્થિતિમાં હોઈ અકસ્માતનું જોખમ ટાળવા માટે તેઓને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે.
Site Admin | જુલાઇ 23, 2025 10:14 એ એમ (AM)
રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ કચ્છ સહિતના જિલ્લાઓમાં બિસમાર માર્ગની મરામતનુ કાર્ય પૂરજોશમાં