રાજકોટ, સુરત તથા વડોદરા જિલ્લામથક ખાતે ત્રણ નવા લવાદી ન્યાયપંચ સ્થાપવામાં આવશે.વિધાનસભા ગૃહમાં કાયદા વિભાગની અંદાજપત્રની માંગણીઓ પરની ચર્ચામાં કાયદા
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, રાજ્યમાં મ્યુનિસીપાલટીઝ અને પંચાયતના કેસોને પણ લવાદી ન્યાયપંચમાં ચલાવવાનો નિર્ણય કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં જિલ્લા ન્યાયતંત્ર દ્વારા 18 લાખ 41 હજાર 16 કેસોનો નિકાલ કરાયો છે. તેમણે જણાવ્યું કે રાજ્યના વિવિધ જિલ્લામાં એટ્રોસીટી એક્ટ સહિતની 595 વિશેષ અદાલતો કાર્યરત છે.ગુજરાત પીડિત વળતર યોજના-૨૦૧૯ મુજબ એટ્રોસીટી, એસિડ એટેક અને પોક્સો એક્ટ જેવા ગુનામાં ભોગ બનનારને છેલ્લા ત્રણ વર્ષમાં 39 કરોડ રૂપિયાની ચુકવણી કરાઈ છે. અંતે આજે વિધાનસભા ગૃહમાં કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરાઇ હતી.
Site Admin | માર્ચ 25, 2025 7:22 પી એમ(PM)
રાજકોટ, સુરત તથા વડોદરા જિલ્લામથક ખાતે ત્રણ નવા લવાદી ન્યાયપંચ સ્થાપવામાં આવશે
