રાજકોટ રેલવે ડિવિઝનનાં દેવેન્દ્ર યાદવે એશિયન પેરા આર્મ રેસલિંગ કપ 2024માં બે મેડલ મેળવ્યા છે. દેવેન્દ્ર યાદવ હાલ રાજકોટમાં કેરેજ અને વેગન ડેપોમાં હેલ્પર તરીકે કામ કરે છે. તેણે સાતમી એશિયન પેરા આર્મ રેસલિંગ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરીને પેરા આર્મ રેસલિંગ-પંજા કુશ્તીમાં જમણા હાથની સ્પર્ધામાં સિલ્વર મેડલ અને ડાબા હાથની સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતીને રેલ્વેનું નામ રોશન કર્યું છે. શ્રી યાદવે આર્મ રેસલિંગમાં 4 વખત રાષ્ટ્રીય કક્ષાએ અને 6 વખત રાજ્ય કક્ષાએ મેડલ જીતી ચૂક્યા છે.
Site Admin | નવેમ્બર 2, 2024 9:16 એ એમ (AM)
રાજકોટ રેલવે ડિવિઝનનાં દેવેન્દ્ર યાદવે એશિયન પેરા આર્મ રેસલિંગ કપ 2024માં બે મેડલ મેળવ્યા
