રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિએ સરકારી આવાસ યોજનાના જર્જરિત ફ્લેટનું નવીનીકરણ કરીને બે લાખ રૂપિયામાં લોકોને આપવાનો નિર્ણય કર્યો છે.આશરે છેલ્લા 15 વર્ષથી ખાલી રહીને જર્જરિત બની ગયેલા સરકારી આવાસ યોજનાના 1 હજાર 56 ફ્લેટનું નવીનીકરણ 16 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવશે.
આ ફ્લેટનું નવીનીકરણનું કામ આશરે 10 મહિના સુધી ચાલશે અને ત્યારબાદ તેને રૂપિયા ત્રણ લાખથી ઓછી આવક ધરાવતા લોકોને બે લાખ રૂપિયામાં આપવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 24, 2025 10:25 એ એમ (AM)
રાજકોટ મહાનગરપાલિકાએ સરકારી આવાસ યોજનાના જર્જરિત ફ્લેટનું નવીનીકરણ કરીને બે લાખ રૂપિયામાં લોકોને આપવાનો નિર્ણય કર્યો