ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 20, 2024 11:16 એ એમ (AM)

printer

રાજકોટ નાગરીક સહકારી બેંકની પાંચમી ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થયો

રાજકોટ નાગરીક સહકારી બેંકની પાંચમી ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થયો છે. ગઈકાલે મતગણતરી પૂરી થતાં સહકાર પેનલના કુલ ૧૫ ઉમેદવારો જંગી બહુમતીથી તેમજ ૬(છ) ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા હોય રાજકોટ નાગરીક સહકારી બેન્કની તમામ ૨૧ બેઠક ઉપર સહકાર પેનલની જીત થઈ છે. આ ચૂંટણીમાં મહિલા અનામત બે બેઠક માટે બહારગામ અને રાજકોટ શહેરના કુલ ૩૩૨ મતદારોએ મતદાન કર્યું હતું અને બાકીની ૧૩ બેઠક માટે ૧૮૯ મતદારોએ મતદાન કર્યું હતું. સહકારી બેંકિંગમાં નવા નિયમો અનુસાર પ્રથમવાર રાજકોટના કલેક્ટરના નેતૃત્વ હેઠળ પ્રથમવાર ચુંટણીનું આયોજન થયેલ હતું.