આજના લાભપાંચમના પર્વથી રાજકોટ અને દિલ્હી વચ્ચે એક સાથે બે નવી ફ્લાઇટનો પ્રારંભ થશે. આજથી શરૂ થનાર પ્રથમ ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દિલ્હીથી રાજકોટનો પ્રવાસ કરશે.ગુજરાતના રાજકોટ અને દિલ્હી વચ્ચે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની એમ કુલ બે નવી ફ્લાઇટ આજથી શરૂ થશે. આ નવી હવાઈ સેવા અંતર્ગત એર ઇન્ડિયાની પ્રથમ ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દિલ્હીથી રાજકોટ આવશે.નવી હવાઈ સુવિધાથી સ્થાનિક વેપાર ઉદ્યોગને ગતિ મળશે, તેમજ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે એર ઇન્ડિયા અને ઇન્ડિગો દ્વારા નવી ફ્લાઈટ શરૂ થતા હવે લોકોને મોટી રાહત અનુભવાશે.એર ઇન્ડિયાની ફ્લાઈટ અઠવાડિયામાં બુધવાર સિવાય તમામ દિવસ એટલે કે અઠવાડિયામાં છ દિવસ સવારે ઉડાન ભરશે તથા ઈન્ડિગો ની ફ્લાઇટ દરરોજ ઉડાન ભરશે. સૌરાષ્ટ્રમાં સોમનાથ, પોરબંદર અને દ્વારકા જેવા મોટા આસ્થાના કેન્દ્રો આવેલા છે. વળી સૌરાષ્ટ્ર ખાસ કરીને રાજકોટ-જામનગર મોટા ઉદ્યોગનું કેન્દ્ર છે. બે નવી ફ્લાઈટ સેવાથી સૌરાષ્ટ્ર ક્ષેત્રના પ્રવાસનને ખૂબ મોટો વેગ મળશે, કનેક્ટિવિટી સુદ્રઢ થતા વેપાર રોજગારને પણ ગતિ મળશે તેવી આશા સેવાઇ રહી છે.
Site Admin | ઓક્ટોબર 26, 2025 9:39 એ એમ (AM)
રાજકોટ-દિલ્લી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઈટનો આજથી પ્રારંભ