જાન્યુઆરી 6, 2026 3:23 પી એમ(PM)

printer

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા–વારાણસી એક્સપ્રેસ ટ્રેનને ઉત્તરપ્રદેશના પ્રયાગ સ્ટેશન પર અસ્થાયી સ્ટોપેજ અપાયું

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા–વારાણસી એક્સપ્રેસ ટ્રેનને ઉત્તરપ્રદેશના પ્રયાગ સ્ટેશન પર અસ્થાયી સ્ટોપેજ અપાયું છે. ટ્રેન સંખ્યા 22969 ઓખા–વારાણસી એક્સપ્રેસનું પ્રયાગ સ્ટેશન પર આગમન સમય રાત્રે 11 વાગીને 23 મિનિટે અને પ્રસ્થાન સમય રાત્રે 11 વાગીને 25 મિનિટનો રહેશે.
આ વ્યવસ્થા 20 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે. માઘ મેળો-2026ના પાવન અવસર પર પ્રયાગરાજ આવતા-જતા શ્રદ્ધાળુઓની ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલવે પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવાયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.