ડિસેમ્બર 17, 2025 2:45 પી એમ(PM)

printer

રાજકોટ જિલ્લામાં ટ્રાફિક નિયમ ભંગનું ઈ-ચલણ હવે સીધું UPIથી ભરી શકાશે.

રાજકોટ જિલ્લામાં ટ્રાફિક નિયમ ભંગનું ઈ-ચલણ હવે સીધું UPIથી ભરી શકાશે. જિલ્લામાં વાહનચાલકો હવે સરળતાથી પોતાના મોબાઈલ ફોનથી યુ.પી.આઈ., ગૂગલ પે, ફોન પે, યોનો એપ જેવી વિવિધ પેમેન્ટ એપ મારફતે
ઈ-ચલણ ભરી શકશે. તેના માટે ભારત બિલ પેમેન્ટ એપમાં ઈ-ચલણ લખી સર્ચ કરવાનું રહેશે. જેમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાતનો વિકલ્પ જોવા મળશે. તેમાં વાહનનો નંબર દાખલ કરતાં ઈ-ચલણ જોવા મળશે. જેનું ચૂકવણું સરળતાથી થઈ શકશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.