રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત નીપજ્યાં છે. શ્રમિક પરિવારના છ, સાત અને આઠ વર્ષના ત્રણ બાળકો ભાવેશ, હિતેશ અને નિલેશ આજે સવારના સમયે તળાવમાં ન્હાવા પડ્યા હતા, જ્યાં ત્રણેય ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયાઓએ તેમને બહાર કાઢ્યા હતા. જોકે પાણીમાંથી બહાર નીકળ્યા ત્યાં સુધીમાં ત્રણે બાળકના મૃત્યુ થઈ ચૂક્યા હતા. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.
Site Admin | જુલાઇ 17, 2025 7:08 પી એમ(PM)
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત