અભૂતપૂર્વ સૂર્યકિરણ એર-શોનું રાજકોટ સાક્ષી બન્યુ હતુ. માનવ મહેરામણ રોમાંચિત ભારતીય વાયુ સેનાના જવાનોના અદભૂત શૌર્ય અને અવકાશી સ્ટંટનું નિદર્શન કરતા, સ્માર્ટ સિટી એરીયામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલી જનમેદનીના ગગનભેદી હર્ષનાદ અને ચીચીયારીથી જબરદસ્ત માહોલ સર્જાયો..ગરૂડ કમાન્ડો દ્વારા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ મિશન દર્શાવાયું.આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમના જવાનોએ 8 હજાર ફૂટની ઊંચાઈએ ઉડતા એરક્રાફ્ટમાંથી પેરાશુટ સાથે આકાશમાં દિલધડક જમ્પ લગાવી અટલ સરોવરના ગાર્ડનમાં સફળ લેન્ડીંગ કર્યું હતું. હજજારોની જનમેદનીએ તાળીઓના ગડગડાટ અને જુસ્સાભેર હર્ષ વ્યક્ત કરી જવાનોને બિરદાવ્યા. સૂર્યકિરણ એર-શોમાં 9 વિમાનોએ અવકાશમાં ત્રિરંગા, વિશાળકાય હાર્ટ સહિતના અદભૂત ફોર્મેશન રચતા હજ્જારો લોકોના હર્ષનાદથી સ્માર્ટ સિટી વિસ્તાર ગાજી ઉઠ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 8, 2025 10:31 એ એમ (AM)
રાજકોટ અભૂતપૂર્વ સૂર્યકિરણ એર-શોનું રાજકોટ સાક્ષી બન્યુ