ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 26, 2025 7:17 પી એમ(PM)

printer

રાજકોટ અને દિલ્હી વચ્ચે આજથી બે નવી ફ્લાઇટ શરૂ- સૌરાષ્ટ્રના વેપાર અને પ્રવાસનને વેગ મળશે

આજના લાભપાંચમના પર્વથી રાજકોટ અને દિલ્હી વચ્ચે આજથી એક સાથે બે નવી ફ્લાઇટ શરૂ થઈ છે. તેની પ્રથમ ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દિલ્હીથી રાજકોટ આવી પહોંચ્યા હતા.
શ્રી માંડવિયાએ જણાવ્યું, રાજકોટ દિલ્હી વચ્ચે આ બંને ફ્લાઇટ શરૂ થતાં સૌરાષ્ટ્રના વેપાર અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તેમણે ઉમેર્યું, રાજકોટ સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં હોવાથી સોમનાથ, દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો તેમજ પોરબંદર આવતા ઉત્તર ભારતના યાત્રિકોની સુખાકારીમાં વધારો થતા પ્રવાસન ક્ષેત્રે પણ મોટો લાભ થશે.
એર ઇન્ડિયાની ફ્લાઈટ અઠવાડિયામાં બુધવાર સિવાય તમામ દિવસ એટલે કે અઠવાડિયામાં છ દિવસ સવારે ઉડાન ભરશે જ્યારે ઈન્ડિગોની ફ્લાઇટ દરરોજ ઉડાન ભરશે.