જુલાઇ 28, 2025 9:27 એ એમ (AM)

printer

રાજકોટમાં સરદારધામના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાનમાં રહેલું છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દરેક સમસ્યાનું સમાધાન એ જ્ઞાનમાં રહેલું છે. તેમણે આગળ વધવાની સાથે કુદરતનું ધ્યાન રાખવા પણ સૌને આગ્રહ કર્યો.શ્રી પટેલે કહ્યું, લીલું આવરણ વધારવું આ આપણા સૌની જવાબદારી છે. રાજકોટમાં સરદારધામ ખાતે યોજાયેલા મિશન 2026 અંતર્ગત “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર – ભૂમિવંદના” સમારોહ કાર્યક્રમને સંબોધતા ગઈકાલે શ્રી પટેલે આ વાત કહી.આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ યુવાનોને વિકસિત ભારતના માર્ગદર્શક ગણાવ્યા.