ફેબ્રુવારી 23, 2025 8:13 એ એમ (AM) | ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

printer

રાજકોટમાં સમૂહલગ્નના નામે છેતરપિંડીનો ભોગ બનનારા પીડિતોને વ્હારે પોલીસ આવી હતી.

રાજકોટમાં સમૂહલગ્નના નામે છેતરપિંડીનો ભોગ બનનારા પીડિતોને વ્હારે પોલીસ આવી હતી. મળતી માહિતી મુજબ, સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજકો લગ્ન પહેલાં જ ફરાર થઈ ગયા હતા.
જોકે, જાન પરત જાય તે પહેલાં રાજકોટ પોલીસે ઘટનાસ્થળે પહોંચી 6 નવદંપતીના લગ્ન કરાવ્યા હતા. આ ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા આયોજકો સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.