નવેમ્બર 16, 2025 7:14 પી એમ(PM)

printer

રાજકોટમાં રમાયેલી બિનસત્તાવાર બીજી ODI ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકા A સામે ભારત Aનો 9 વિકેટે વિજય

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી એક દિવસીય ક્રિકેટની બિનસત્તાવાર ત્રણ મેચની શ્રેણીની બીજી મેચમાં આજે દક્ષિણ આફ્રિકા A સામે ભારત Aનો 9 વિકેટે ભવ્ય વિજય થયો છે. દક્ષિણ આફ્રિકા તરફથી મળેલા 133 રનના લક્ષ્યાંકને ભારતે 27 ઓવર અને 5 બોલમાં હાંસલ કર્યો. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 132 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
ભારત તરફથી નિશાંત સિંધુએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. 133 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઋતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માએ ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. ઋતુરાજ ગાયકવાડ અડધી સદી નોંધાવતા 68 રન બનાવ્યા. આ જીત સાથે ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની આજે સરસાઈ મેળવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.