ભારત અને ન્યૂઝિલૅન્ડની ટીમ વચ્ચે ત્રણ મૅચની એક દિવસીય શ્રેણીની બીજી મૅચ આજે રાજકોટમાં રમાઈ રહી છે. ખંડેરીના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાતી મૅચમાં ભારતે નિર્ધારિત 50 ઑવરમાં સાત વિકેટ ગુમાવી 284 રન કર્યા છે. ટીમ તરફથી સૌથી વધુ અણનમ 112 રન કે.એલ. રાહુલે બનાવ્યા.
જ્યારે સુકાની શુબમન ગિલે 56, રોહિત શર્માએ 24 અને વિરાટ કોહલીએ 23 રન કર્યા હતા. તો, ન્યૂઝિલૅન્ડ તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ ક્રિસ્ટિયન ક્લાર્કે લીધી હતી.
અગાઉ રવિવારે ભારતીય ટીમે વડોદરામાં પહેલી મૅચ ચાર વિકેટથી જીતીને આ શ્રેણીમાં એક-શૂન્યની સરસાઈ મેળવી છે. બંને ટીમ વચ્ચેની ત્રીજી અને છેલ્લી મૅચ આ રવિવાર ઇન્દોરમાં રમાશે.
Site Admin | જાન્યુઆરી 14, 2026 7:16 પી એમ(PM)
રાજકોટમાં રમાઈ રહેલી એક દિવસીય શ્રેણીની બીજી મૅચમાં ભારતે ન્યૂઝિલૅન્ડને જીતવા 285 રનનો લક્ષ્યાંક આપ્યો.