જાન્યુઆરી 12, 2026 9:58 એ એમ (AM)

printer

રાજકોટમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21મી સદીના ઉભરતા ભારતની તસવીર ગણાવી

રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સ 2026નું ઉદ્ઘાટન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ફક્ત સમિટ નથી. આ 21મી સદીના ઉભરતા ભારતની તસવીર છે. તેમણે ઉમેર્યું એક સપનાથી શરૂ થયેલી આ યાત્રા આજે એક અતૂટ વિશ્વાસ સુધી પહોંચી શકી છે.તેમણે દેશ-વિદેશથી આવેલા વ્યાપાર જગતના પ્રતિનિધિઓ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ માત્ર તકોનો પ્રદેશ નથી, પરંતુ ભારતના ગ્રોથનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આ પ્રદેશની ભૂમિકા ખૂબ મોટી છે, એમ કહી જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં જ અઢી લાખથી વધુ MSME કાર્યરત છે.રાજકોટમાં સ્ક્રૂ-ડ્રાઈવરથી લઈને ઓટો પાર્ટ્સ, મશીન ટૂલ્સ અને રોકેટ સુધીના પાર્ટ્સ તૈયાર થઈ રહ્યા છે. આ પ્રદેશ હાઈ-ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગની સમગ્ર વેલ્યુ ચેઈનને સપોર્ટ કરે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.