જાન્યુઆરી 7, 2026 10:14 એ એમ (AM)

printer

રાજકોટમાં જ્વેલર્સની દુકાનો પર તોલમાપ વિભાગની અચાનક તપાસમાં 12 વેપારીઓને ત્યાં ગેરરીતી

રાજકોટમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા ગ્રાહકોના હિતની રક્ષા કરવા અને વેપારમાં પારદર્શિતા જાળવવાના હેતુથી સોના-ચાંદીની દુકાનો અને જ્વેલરી શો-રૂમ પર વિશેષ આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.તપાસમાં અનેક એકમોમાં કાયદા મુજબ ફરજિયાત ચકાસણી અને મુદ્રાંકન વગર વજનકાંટાનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું હતું. 12 પ્રોસિક્યુશન કેસ, 34 હજારની માંડવાળ વસૂલ આ કાર્યવાહીમાં રાજકોટના વિવિધ વેપારીઓ સામે 12 પ્રોસિક્યુશન કેસ નોંધવામાં આવ્યા હતા.કાયદેસર કાર્યવાહી કરીને વેપારીઓ પાસેથી કુલ 34 હજાર જેટલી માંડવાળ ફી વસૂલવામાં આવી હતી.