રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 185 લોકોને નાગરિકતા સુધારા અધિનિયમ CAA અંતર્ગત ભારતીય નાગરિકતા આપવામાં આવી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર’ એનાયત કરાયા.
આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું કે નાગરિકતા મેળવનાર લોકોને સરકાર તરફથી તમામ સહાયની ખાતરી આપી હતી. આ અગાઉ શ્રી સંઘવીએ રાજકોટમાં પોલીસ અધિકારીઓ-વકીલો સાથેની બેઠક યોજી હતી. બેઠકમાં ગુનાખોરોમાં કાયદાનો ભય અને નાગરિકો સુરક્ષિત અનુભવે તેવું વાતાવરણ જાળવવા પર ભાર મુકાયો. બેઠકમાં શ્રી સંઘવીએ રીઢા ગુનેગારોને કડક સજા થાય તે માટે વકીલોની ભૂમિકાને મહત્વની ગણાવી હતી.
Site Admin | જુલાઇ 25, 2025 3:33 પી એમ(PM)
રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 185 લોકોને નાગરિકતા સુધારા અધિનિયમ CAA અંતર્ગત ભારતીય નાગરિકતા આપવામાં આવી.