ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 30, 2025 3:36 પી એમ(PM) | રાજકોટ

printer

રાજકોટમાં આવેલા T.R.P. ગેમઝૉન દુર્ઘટના મામલે આજે ગુજરાત વડી અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ

રાજકોટમાં આવેલા T.R.P. ગેમઝૉન દુર્ઘટના મામલે આજે ગુજરાત વડી અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ હતી. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આ દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત નીપજ્યા હતા. આ કેસમાં 15 જેટલા આરોપીઓ પૈકી સાત આરોપીએ કરેલી અરજી અંગે વડી અદાલતે ચુકાદો જાહેર કરતાં સાતમાંથી ત્રણ આરોપીના જામીન મંજૂર અને ચાર આરોપીના જામીન નામંજૂર કર્યા છે.