માર્ચ 14, 2025 1:30 પી એમ(PM)

printer

રાજકોટમાં આવેલા એક અપાર્ટમૅન્ટમાં આજે આગ લાગતા ત્રણ લોકોના મોત થયાના અહેવાલ

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ અપાર્ટમૅન્ટમાં આજે આગ લાગતા ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે, શૉર્ટ સર્કિટના કારણે અપાર્ટમૅન્ટમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે શહેરના A.C.P. બી. જે. ચૌધરીએ ઘટનામાં ત્રણ લોકોના મોત થયાની પુષ્ટિ કરી છે.
આગની જાણ થતાં અગ્નિશમન દળ સહિતની બચાવ સુરક્ષા દળની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનામાં પાંચથી છ લોકો દાઝી જતાં તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 50થી વધુ લોકોને બચાવી લેવાયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.