મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે જશે. શ્રી પટેલ કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના યોગી સભા ગૃહમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આશરે રૂપિયા 194 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ તકે ગ્રામ પંચાયત ઓક્ટ્રોય નાબૂદી પેટે વધારાના સહાયક અનુદાન તરીકે ગ્રામ પંચાયતોના સરપંચોને 21 કરોડ રૂપિયાના ચેકનું પણ વિતરણ કરશે. રાજયસરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, મેયર સહિત ધારાસભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
Site Admin | ઓક્ટોબર 11, 2025 8:23 એ એમ (AM)
રાજકોટમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 194 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે
