માર્ચ 14, 2025 7:17 પી એમ(PM)

printer

રાજકોટમાં આજે આગના બનાવમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે

રાજકોટમાં આજે આગના બનાવમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં લાગેલી આગની ઘટનામાં પાંચથી છ લોકો દાઝી ગયા હતા, જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો હજી સારવાર હેઠળ હોવાનું શહેરના ઝોન ટૂ D.C.P. જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું.ઘટનાસ્થળે પહોંચેલા અગ્નિશમન દળના જવાનોએ હાઈડ્રૉલિક લિફ્ટની મદદથી 10
માળ સુધી પહોંચી 50થી વધુ લોકોને સલામત રીતે નીચે ઉતર્યા હતા. તેમ જ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું જાણવા મળતાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.