ભારતીય અન્ન સલામતી અને ધારાધોરણ સત્તામંડળ- F.S.S.A.I.એ રાજકોટમાંથી છ હજાર 500 કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કર્યું છે. F.S.S.A.I.એ નકલી ઘી પકડવાની કાર્યવાહી હેઠળ ખાનગી પેઢી પર દરોડા પાડી. ઘીના નમૂના પ્રયોગશાળામાં મોકલાતા તેમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે.
ભેળસેળના પુષ્ટી થયેલા પૂરાવાના આધારે, ખાદ્ય ઘટક અને તૈયાર વસ્તુના તમામ ઉપલબ્ધ જથ્થો જપ્ત કરાયો. હવે કેન્દ્રીય પરવાના સત્તામંડળ અંતિમ પ્રયોગશાળાના પરિણામ અને તપાસના પરિણામના આધારે આગળની કાર્યવાહી કરશે.
Site Admin | ઓગસ્ટ 21, 2025 7:24 પી એમ(PM)
રાજકોટમાંથી છ હજાર 500 કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરાયું
