સૌરાષ્ટ્રભરમાં મેળા મહાલવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. ત્યારે મેળાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે AI નો પણ ઉપયોગ થઇ રહ્યો છે. રાજકોટમાં પણ લોકમેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે અને મેળાની મજા માણી રહ્યાં છે. આ વખતે રાજકોટમાં ક્રાઉડ મેનેજમેન્ટનો નવતર પ્રયોગ કરાયો હતો.
પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવારો પર મહાનગરપાલિકા દ્વારા પાંચ દિવસ માટે લોકમેળો જાહેર કરાયો છે, આજે નોમના દિવસે આ મેળામાં લોકોની ભારે ભીડ જામી હતી, અને લોકમેળાનો આનંદ માણ્યો હતો.. પોરબંદરમાં જિલ્લાના ગામડાઓ ઉપરાંત જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં રહેતા લોકો પણ ઉમટી પડે છે. મેળો માણવા આવેલા મુલાકાતી રવિ ભટ્ટે કહ્યું હતું કે મેળો જોઇને ખૂબ આનંદ થયો.
રાજકોટના જેતપુરમાં પણ સાતમ આઠમના મેળામાં લોકો ઉમટી પડ્યા હતા. વૈવિધ્યસભર રાઇડ્સ અને ખાણી પીણીનો આનંદ માણી રહ્યાં છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના નાના મોટા શહેરો અને નગરોમાં મેળાઓની લોકો મજા લઇ રહ્યાં છે.
Site Admin | ઓગસ્ટ 17, 2025 7:04 પી એમ(PM)
રાજકોટના લોકમેળામાં કૃત્રિમ બુદ્ધિમત્તાના અદ્યતન અભિગમ દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટનો પ્રયોગ