રાજ્યનાં દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયા 18-મી પૅરા કેનો નેશનલ ચેમ્પિયનશિપમાં રજત અને કાંસ્ય ચંદ્રક સાથે પાંચ ચંદ્રક જીતનારાં પ્રથમ ગુજરાતી મહિલા બન્યાં છે. મધ્યપ્રદેશના ભોપાલમાં 24થી 28 ઍપ્રિલ સુધી યોજાયેલી આ સ્પર્ધામાં કૅનો બોટમાં 200 મીટરની રેસમાં તેમણે કાંસ્ય અને કાયાકિંગ બોટમાં રજત ચંદ્રક મેળવ્યો છે. સોનલ વસોયા રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના રાયડી ગામનાં રહેવાસી છે.
Site Admin | એપ્રિલ 30, 2025 10:38 એ એમ (AM)
રાજકોટનાં દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયા 18-મી પૅરા કેનો ચેમ્પિયનશિપમાં પાંચ ચંદ્રક જીતનારાં પ્રથમ ગુજરાતી મહિલા બન્યાં
