રવિવારના રોજ લાભ પાંચમના દિવસે સરકારના ત્રણ રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલ, દર્શના વાઘેલા અને પ્રવીણ માળીએ મંત્રીપદનો પદભાર સંભાળ્યો હતો.જો કે, રવિવારની જાહેર રજા હોવા છતાં આ ત્રણ મંત્રીએ પોતાનો પદભાર સંભાળ્યો હોવાથી ગાંધીનગર સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-2 આગેવાનો, નેતાઓ અને શુભેચ્છકોની ભીડથી ઉભરાઇ ગયું હતું.નવનિયુક્ત રાજ્યકક્ષાના મંત્રી મનિષા વકીલે મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક અને ન્યાય અધિકારીતાનો સ્વતંત્ર હવાલાનો પદભાર સંભાળ્યો હતો.જ્યારે દર્શના વાઘેલાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકેનું પદગ્રહણ કર્યું હતું. જ્યારે પ્રવીણ માળીએ ગાંધીજી અને સરદાર પટેલને પુષ્પાંજલિ આપી પદભાર સંભાળ્યો હતો..પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, લોકોની સુખાકારી માટેના કાર્ય કરવા હું કટિબદ્ધ છું, તેમજ કાર્બન ન્યુટ્રલ તેમજ વડાપ્રધાનના નેટ ઝીરોનો સંકલ્પ સાકાર કરવા માટે પ્રયત્ન કરતા રહીશું.
Site Admin | ઓક્ટોબર 27, 2025 9:48 એ એમ (AM)
રાજકક્ષાના મંત્રી તરીકેનો પદભાર સંભળતા પ્રવિણ માળીએ કહ્યું કે, શુન્ય કાર્બન ઉત્સર્જન માટેના પ્રયાસો હાથ ધરાશે