રશિયા સામેની લડાઈમાં મદદ કરવા માટે અમેરિકા યુક્રેનને પેટ્રિઅટ હવાઈ સંરક્ષણ શસ્ત્રો મોકલશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેરીલેન્ડમાં જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે મીડિયાને જણાવ્યું હતું કે યુક્રેનને આપવામાં આવનારી પેટ્રિઅટ મિસાઈલોની સંખ્યા નિશ્ચિય નથી. યુક્રેનને સલામતીની જરૂરિયાત હોવાને કારણે આ શસ્ત્રો મોકલશે એમ તેમણે ઉમેર્યુ હતું. યુરોપિયન યુનિયન આ શસ્ત્રો માટે નાણાની ચૂકવણી કરી રહ્યું છે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વલણ પર તેઓ નિરાશ થયા છે તેમ પણ ટ્રમ્પે કહ્યું હતું..
Site Admin | જુલાઇ 14, 2025 2:00 પી એમ(PM)
રશિયા સામેની લડાઈમાં યુક્રેનને મદદ કરવા અમેરિકા પેટ્રિઅટ હવાઈ સંરક્ષણ શસ્ત્રો મોકલશે.