રશિયા સાથેના યુદ્ધને સમાપ્ત કરવાની વ્હાઇટ હાઉસની યોજનાના ભાગરૂપે યુક્રેન સાથે અમેરિકાએ ગુપ્ત માહિતી શેર કરવાનુ અટકાવી દીધુ છે. સાથે લશ્કરી સહાયને પણ સ્થગિત કરી છે.C.I.Aના ડિરેક્ટર, જોન રેટક્લિફ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, માઈકલ વોલ્ટ્ઝ, બંનેએ ગુપ્ત માહિતી સપોર્ટમાં વિરામની પુષ્ટિ કરી હતી પરંતુ સૂચવ્યું કે, જો યુક્રેન ઝડપથી વાટાઘાટો તૈયાર થાય તો આ નિર્ણય પરત લેવાઇ શકે છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા, શ્રી રેટક્લિફે ગઈકાલે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીના નિવેદનની પ્રશંસા કરી હતી, જેમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની પ્રશંસા કરવામાં આવી હતી અને આગ્રહ કર્યો કે, તેઓ રશિયા સાથે શાંતિના પ્રયાસને ટેકો આપે.શ્રી વોલ્ટ્ઝે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું કે, અમેરિકા હવે એક ડગલું પાછળ હટી ગયું છે અને આ સંબંધના તમામ પાસાઓની સમીક્ષા કરી રહ્યું છે.
Site Admin | માર્ચ 6, 2025 9:17 એ એમ (AM)
રશિયા સાથેના યુદ્ધને સમાપ્ત કરવાની વ્હાઇટ હાઉસની યોજનાના ભાગરૂપે યુક્રેન સાથે અમેરિકાએ ગુપ્ત માહિતી શેર કરવાનું અટકાવ્યું.
