ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 18, 2025 9:10 એ એમ (AM)

printer

રશિયા, યુક્રેન અને નાટો નેતાઓ સાથે યુદ્ધ સમાપ્ત કરવા અંગે શ્રી ટ્રમ્પ ટેલિફોન પર ચર્ચા કરશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે રશિયાના પ્રમુખ પુતિન, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી અને નાટો નેતાઓ સાથે યુદ્ધ સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવા માટે ફોન પર વાત કરવાની જાહેરાત કરી છે.રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, પુતિન સાથેની વાતચીત યુક્રેનમાં યુદ્ધ અટકાવવા પર કેન્દ્રિત હશે. રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ફોન પર વાત માટેની તૈયારીઓની પુષ્ટિ કરી.
રશિયા અને યુક્રેન વચ્ચે સીધી વાતચીત નિષ્ફળ ગયાના એક દિવસ પછી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની આ ટિપ્પણી આવી છે. પશ્ચિમ એશિયાના તેમના પ્રવાસના અંતે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, જ્યાં સુધી તેઓ અને રાષ્ટ્રપ્રમુખ પુતિન સીધી વાત નહીં કરે ત્યાં સુધી વર્તમાન રાજદ્વારી પ્રયાસો સફળ થઈ શકશે નહીં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ