મે 25, 2025 9:23 એ એમ (AM)

printer

રશિયા, યુએઈ, બહેરીન અને જાપાનની મુલાકાતે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોએ આતંકવાદનાં તમામ સ્વરૂપો પ્રત્યે ભારતને શૂન્ય સહિષ્ણુતાનો મજબૂત સંદેશ આપ્યો

આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક રાજદ્વારી સંપર્ક સાધવા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશોના પ્રવાસે છે.
જનતા દળ યુનાઇટેડના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ગઈકાલે સાંજે ટોક્યોથી દક્ષિણ કોરિયાના સિઓલ પહોંચ્યું છે . આ મુલાકાત ભારતના સિદ્ધાંત અને કોઈપણ સ્વરૂપમાં આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા રાખવાના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. પ્રતિનિધિમંડળ દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, રાષ્ટ્રીય સભાના પ્રતિનિધિઓ, અગ્રણી બુદ્ધિજીવીઓ અને મીડિયા પ્રતિનિધિઓને મળશે.
ડીએમકે સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ગઈકાલે મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. શ્રીમતી કનિમોઝીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાનથી ભારતીય ક્ષેત્રમાં આવેલા આતંકવાદીઓએ પહેલગામ આતંકવાદી હુમલો કર્યો હતો. ભારતે હુમલાનો બદલો લીધો અને ખાતરી કરી કે કોઈ નાગરિકને નુકસાન ન થાય. પ્રતિનિધિમંડળે રશિયન પત્રકારો અને મીડિયા સંગઠનો સાથે પણ વાતચીત કરી.
શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ પૂર્ણ કરીને કોંગો પહોંચ્યું છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો આપવા બદલ પ્રતિનિધિમંડળે સંયુક્ત આરબ અમીરાતનો આભાર માન્યો.
ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ બહેરીન ગયું છે. બહેરીનમાં ભારતીય રાજદૂતે પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું. આ પ્રતિનિધિમંડળ સરહદ પારના આતંકવાદ સામે ભારતના વલણને સ્પષ્ટ કરશે.