ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 5, 2025 1:37 પી એમ(PM)

printer

રશિયા પાસેથી તેલ ખરીદવાના મામલે ટ્રમ્પની ટેરિફ વધારવાના નિવેદનના પગલે ભારતને અમેરિકાને સણસણતો જવાબ

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાતોરાત સોશિયલ મીડિયા પર નવી દિલ્હીને વધુ ઊંચા ટેરિફની ધમકી આપ્યા બાદ ભારતે અમેરિકાને સણસણતો જવાબ આપ્યો છે. આ મુદ્દે ભારતે કહ્યું કે અમેરિકા અને યોરીપિયન યુનિયન, રશિયન તેલની આયાત પર તેને નિશાન બનાવી રહ્યા છે.
ભારતના વિદેશ મંત્રાલયે સોમવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી “પરંપરાગત પુરવઠો” યુરોપ તરફ વાળવામાં આવ્યો ત્યારે જ ભારતે રશિયા પાસેથી તેલ આયાત કરવાનું શરૂ કર્યું હતું,. યુરોપિયન યુનિયન અને અમેરિકાની ટીકા કરતા મંત્રાલયે કહ્યું, “એવું ખુલાસો થઈ રહ્યો છે કે ભારતની ટીકા કરનારા દેશો પોતે રશિયા સાથે વેપારમાં સામેલ છે.”
બીજીતરફ સાતમી ઓગસ્ટથી અમેરિકન ટેરિફ અમલમાં આવે તે પહેલાં, દક્ષિણ કોરિયા, યુરોપિયન યુનિયન અને જાપાને મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. દક્ષિણ કોરિયાએ તેના કરારમાં નીચા ટેરિફ દર સુનિશ્ચિત કરવા માટે અમેરિકામાં 350 અબજ ડોલરનું રોકાણ કરવા અને 100 અબજ ડોલરનો લિક્વિફાઇડ નેચરલ ગેસ ખરીદવા સંમતિ આપી છે.
યુરોપિયન યુનિયને સંકેત આપ્યો છે કે, તે 750 અબજ ડોલરની અમેરિકન ઊર્જા ખરીદશે અને તેની કંપનીઓ ઓછામાં ઓછા 600 અબજ ડોલરનું રોકાણ કરવા તૈયાર છે. જાપાને કહ્યું કે, તે અમેરિકામાં રોકાણ માટે 550 અબજ ડોલરનું ભંડોળ સ્થાપશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.