ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 17, 2025 10:15 એ એમ (AM)

printer

રશિયા અને યુક્રેન સંઘર્ષની શરૂઆત પછી યુદ્ધ કેદીઓની સૌથી મોટી અદલાબદલી માટે સંમત થયા

રશિયા અને યુક્રેન સંઘર્ષની શરૂઆત પછી યુદ્ધ કેદીઓની સૌથી મોટી અદલાબદલી માટે સંમત થયા છે.ગઇકાલે તુર્કીના ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેનના પ્રતિ-નિધિમંડળો વચ્ચે શાંતિ વાટાઘાટો દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો. રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષમાં આ પહેલી સીધી શાંતિ મંત્રણા છે. યુક્રેનિયન પ્રતિ-નિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ મંત્રી રુસ્તમ ઉમારોવે, જ્યારે રશિયાના પ્રતિ-નિધિમંડળનું નેતૃત્વ વ્લાદિમીર મેડિન્સકીએ કર્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વાટાઘાટોમાં હાજર રહ્યા ન હતા.બેઠક બાદ યુક્રેનિયન સંરક્ષણ પ્રધાન ઉમારોવે જણાવ્યું કે, બંને દેશો એક-એક હજાર યુદ્ધ કેદીઓની આપ-લે કરવા સંમત થયા છે. રશિયન પ્રતિ-નિધિમંડળના વડા મેડિન્સ્કીએ જણાવ્યું કે, રશિયા બેઠકના પરિણામોથી સંતુષ્ટ છે અને વાટાઘાટો ચાલુ રહેશે. તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાને વાટાઘાટોનું સંચાલન કર્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ