માર્ચ 24, 2025 6:24 પી એમ(PM)

printer

રશિયા અને અમેરિકાના પ્રતિનિધિઓએ સાઉદી અરેબિયાના રિયાધમાં યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે વાટાઘાટો શરૂ કરી છે

રશિયા અને અમેરિકાના પ્રતિનિધિઓએ સાઉદી અરેબિયાના રિયાધમાં યુક્રેનસંઘર્ષને ઉકેલવા માટે વાટાઘાટો શરૂ કરી છે. રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ફેડરેશન કાઉન્સિલ કમિટી ઓન ઇન્ટરનેશનલ અફેર્સના વડા ગ્રિગોરી કારાસિન અને રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસના નિયામકના સલાહકાર સર્ગેઈ બેસેડા કરી રહ્યા છે.ગઈકાલે યુક્રેનના સંરક્ષણ મંત્રી રુસ્તમ ઉમરોવે જાહેરાત કરીહતી કે અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિમંડળો વચ્ચે રિયાધમાં વાટાઘાટો પૂર્ણ થઈછે. તેમણે ચર્ચાઓને ફળદાયી ગણાવી હતી, જેમાં ઊર્જા જેવામુખ્ય વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.