વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે બ્રિક્સ પ્લસ ફોર્મેટમાં 16મી બ્રિક્સ સંમેલનને સંબોધતા કહ્યું, કે “અસરકારક રીતે સંઘર્ષ અને તણાવને દૂર કરવો એ આજે સમયની જરૂરિયાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી. વિવાદો અને મતભેદોને વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા ઉકેલવા જોઈએ. એકવાર કરાર થઈ જાય, પછી તેઓનું પ્રમાણિકપણે સન્માન કરવું જોઈએ. “આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન થવું જોઈએ અને આતંકવાદ માટે શૂન્ય સહિષ્ણુતા હોવી જોઈએ.” તેમણે મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે ભારતની સ્થિતિ પણ રજૂ કરી અને ભારપૂર્વક જણાવ્યું કે સંઘર્ષ અને તણાવને અસરકારક રીતે ઉકેલવો એ સમયની જરૂરિયાત છે. બ્રિક્સ બેઠક અને અમારું આઉટરીચ સત્ર એ સંદેશ છે કે વિશ્વ લાંબા સમયથી ચાલી રહેલા પડકારો પર નવેસરથી વિચાર કરવા તૈયાર છે. ડૉ. જયશંકરે આજે પ્રધાનમંત્રીના પ્રતિનિધિ તરીકે રશિયન શહેર કઝાનમાં BRICS આઉટરીચ સત્રમાં હાજરી આપી હતી.
Site Admin | ઓક્ટોબર 24, 2024 8:22 પી એમ(PM) | 16મી બ્રિક્સ સમિટ
રશિયામાં 16મી બ્રિક્સ સમિટને સંબોધતાં વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે કહ્યું, કે અસરકારક રીતે સંઘર્ષ અને તણાવને દૂર કરવો એ સમયની જરૂરિયાત છે
