રશિયામાં યોજાનારા વિશ્વ યુવા મહોત્સવ માટે રાજ્યનાં વિદ્યાર્થિની અંજલિ પટેલની પસંદગી થઈ છે. આગામી 16થી 22 સપ્ટેમ્બર સુધી યોજાનારા મહોત્સવમાં ગાંધીનગરની ખાનગી વિશ્વ-વિદ્યાલયમાં ભણતાં આ વિદ્યાર્થિનીની પસંદગી થઈ છે. મહોત્સવમાં સમગ્ર વિશ્વમાંથી વિવિધ ક્ષેત્રના એક હજાર યુવાન ભાગ લેશે. 160થી વધુ દેશના યુવાનોને એક મંચ પર લાવતા મહોત્સવમાં અંજલિ પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
કૉલેજકાળથી જ રાષ્ટ્રીય સેવા યોજના—NSS સાથે જોડાઈ તેમણે સમાજ સેવાના કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું છે. અગાઉ, કડી સર્વ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થિની તરીકે અને NSS સ્વયંસેવક તરીકે, તેમણે ચીનમાં યોજાયેલી યુવા શિબિરમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 2, 2025 7:08 પી એમ(PM)
રશિયામાં 16મીએ યોજાનારા વિશ્વ યુવા મહોત્સવ માટે ગાંધીનગરની વિદ્યાર્થિની અંજલિ પટેલની પસંદગી
