રશિયામાં ભારતીય રાજદૂત વિનય કુમારે જણાવ્યું કે ભારત તેના રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરવા માટે દરેક પગલાં લેશે અને જ્યાં પણ ઉપલબ્ધ હશે, ત્યાંથી સસ્તું તેલ ખરીદવાનું ચાલુ રાખશે.રશિયન સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં, શ્રી વિનય કુમારે જણાવ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારતથી આયાત પર ડ્યુટી ૨૫ ટકા વધારીને કુલ ૫૦ ટકા કરવાનો અમેરિકાનો નિર્ણય સંપૂર્ણપણે અન્યાયી અને અસંગત છે. તેમણે કહ્યું કે ભારતની ઊર્જા નીતિનો હેતુ તેના નાગરિકોને વિશ્વસનીય પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે અને રશિયા અને અન્ય દેશો સાથેના તેના સહયોગથી વૈશ્વિક તેલ બજારની સ્થિરતામાં ફાળો મળ્યો છે.શ્રી વિનય કુમારે કહ્યું કે ભારત અને રશિયાનો વેપાર પરસ્પર હિત અને બજાર પરિબળો દ્વારા સંચાલિત છે. તેમણે કહ્યું કે અમેરિકા અને યુરોપિયન દેશો સહિત અન્ય દેશો પણ રશિયા સાથે વેપાર કરે છે.
Site Admin | ઓગસ્ટ 25, 2025 7:44 એ એમ (AM)
રશિયામાં ભારતીય રાજદૂત વિનય કુમારે કહ્યું રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરવા ભારત જ્યાં પણ ઉપલબ્ધ હશે ત્યાંથી સસ્તું તેલ ખરીદવાનું ચાલુ રાખશે