ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 10, 2024 7:53 પી એમ(PM) | રશિયા

printer

રશિયાની વાયુ સેનાએ રાજધાની મૉસ્કો સહિત નવ જેટલા વિસ્તારોમાં 144 જેટલા ડ્રોન નષ્ટ કર્યાના અહેવાલ

રશિયાની વાયુ સેનાએ રાજધાની મૉસ્કો સહિત નવ જેટલા વિસ્તારોમાં 144 જેટલા ડ્રોન નષ્ટ કર્યાના અહેવાલ છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે યુક્રેનની સેનાએ રશિયાના વિવિધ સ્થાનોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.
વધુમાં આ નિવેદનમાં કહેવાયું છે કે, જે ડ્રોન તોડી પડાયા છે, તે મૉસ્કો અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવી રહ્યા હતા. રશિયન અધિકારીઓએ આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયાની પુષ્ટિ કરી છે. મૉસ્કોના ચાર હવાઈ મથકોને છ કલાકથી વધુ સમય માટે બંધ કરાયા હતા, 500 જેટલી ફ્લાઇટના રૂટ બદલવામાં આવ્યા હતા.તોડી પડાયેલા ડ્રોનના પરિણામ સ્વરૂપ મૉસ્કો રિફાઇનરી અને મૉસ્કોના પડોસી ટવર વિસ્તારમાં એક વીજળી એકમમાં આગ લાગી હતી

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.