જાન્યુઆરી 11, 2026 7:05 પી એમ(PM)

printer

રશિયાના વોરોનેઝમાં યુક્રેનિયન ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત અને ત્રણ અન્ય ઘાયલ થયા

રશિયાના વોરોનેઝમાં યુક્રેનિયન ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને ત્રણ અન્ય ઘાયલ થયા છે. આ હુમલામાં 10 થી વધુ ઇમારતો અને એક શાળાને નુકસાન થયું છે. રશિયન હવાઈ સંરક્ષણ દળોએ 17 ડ્રોનને તોડી પાડ્યા છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે રશિયાએ સેંકડો ડ્રોન અને ડઝનબંધ મિસાઇલોથી યુક્રેન પર બોમ્બમારો કર્યો છે, જેમાં રાજધાની કિવમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.