રશિયાના વિદેશમંત્રી સેરગેઈ લાવરોવે કહ્યું છે કે આજે રાત્રે અલાસ્કાના એન્કોરેજમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક દરમિયાન રશિયા પોતાનું વલણ સ્પષ્ટ કરશે. અલાસ્કા પહોંચવા અંગે એક ટીવી ચેનલ સાથે વાત કરતા, લાવરોવે કહ્યું કે તેમની પાસે અગાઉથી કોઈ યોજના નથી, પરંતુ રશિયા બેઠકમાં સ્પષ્ટતા સાથે પોતાની દલીલો રજૂ કરશે. તેમણે કહ્યું કે બેઠકની મહત્વપૂર્ણ રૂપરેખા ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફની રશિયા મુલાકાત દરમિયાન તૈયાર કરવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 15, 2025 7:53 પી એમ(PM)
રશિયાના વિદેશમંત્રીએ કહ્યું કે આજે રાત્રે અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની બેઠક દરમિયાન રશિયા પોતાનું વલણ સ્પષ્ટ કરશે.
