ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 6, 2025 9:38 એ એમ (AM)

printer

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુટિને પહલગામ આતંકવાદી હૂમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફૉન પર કરેલી વાતચીતમાં પહલગામ આતંકવાદી હુમલાની ટીકા કરી.શ્રી પુતિને નિર્દોષ લોકોના મોત પર સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કહી.શ્રી પુતિને કહ્યું, જઘન્ય હુમલાના દોષિત અને તેમના સમર્થકોને સજા થવી જ જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારીને વધારવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.પ્રધાનમંત્રીએ વિજય દિવસની 80મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રપ્રમુખ પુતિનને શુભેચ્છાઓ પાઠવી અને તેમને આ વર્ષના અંત સુધીમાં ભારતમાં યોજાનારા શિખર સંમેલન માટે આમંત્રણ આપ્યું.