રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને અલાસ્કા ખાતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતને સમયસર અને ઉપયોગી ગણાવી છે.તેમના મંત્રીમંડળ અને અન્ય અધિકારીઓને માહિતી આપતા તેમણે કહ્યું કે યુક્રેન સંઘર્ષ પર શિખર સંમેલનમાં થયેલી સ્પષ્ટ અને વાસ્તવિક વાટાઘાટોથી ક્રેમલિન નિર્ણય લેવાની નજીક પહોચ્યાં છે. પુતિને કહ્યું કે તેઓ યુક્રેન યુદ્ધને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવાની અને તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવાની રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ઇચ્છા સાથે સંમત છે.
Site Admin | ઓગસ્ટ 17, 2025 11:34 એ એમ (AM)
રશિયાના રાષ્ટ્રપ્રમુખે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સાથેની મુલાકાતને સમયસર અને ઉપયોગી ગણાવી
