રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે.
બે દિવસીય મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ પુતિન આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. વેપાર, અર્થતંત્ર, આરોગ્યસંભાળ, શિક્ષણ, સંસ્કૃતિ અને મીડિયા સંબંધિત ક્ષેત્રો સહિત અનેક કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ રશિયન રાષ્ટ્રપતિના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે
Site Admin | ડિસેમ્બર 4, 2025 7:59 એ એમ (AM)
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે