રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, યુક્રેનમાં તૈનાત પશ્ચિમી સૈનિકો રશિયન હુમલાનું લક્ષ્ય બનશે. એક દિવસ પહેલા જ , ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે, 26 દેશોએ યુદ્ધ પછી યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવાનું વચન આપ્યું છે. આમાં ભૂમિ, નૌકાદળ અને હવાઈ દળનો સમાવેશ થાય છે. રશિયા લાંબા સમયથી કહી રહ્યું છે કે, યુક્રેનમાં યુદ્ધ કરવાનું તેનું એક કારણ યુક્રેનને નાટો સભ્ય તરીકે સ્વીકારવાથી અને યુક્રેનમાં તેના સૈનિકો તૈનાત કરવાથી અટકાવવાનું હતું. યુક્રેન ભવિષ્યના કોઈપણ હુમલાથી પોતાને બચાવવા માટે પશ્ચિમી દેશોનો મજબૂત ટેકો ઇચ્છે છે. ફ્રાન્સ અને બ્રિટને સંકેત આપ્યો છે કે, તેઓ યુદ્ધ સમાપ્ત થયા પછી યુક્રેનમાં સૈનિકો તૈનાત કરવા માટે તૈયાર છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકા જમીન પર સૈનિકો તૈનાત કરશે નહીં, પરંતુ હવાઈ દળ પૂરું પાડી શકે છે. શ્રી પુતિને કહ્યું કે, રશિયા અને યુક્રેન બંને માટે સુરક્ષા ગેરંટી સુનિશ્ચિત કરવી જોઈએ.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 7:49 પી એમ(PM)
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, યુક્રેનમાં તૈનાત પશ્ચિમી સૈનિકો રશિયન હુમલાનું લક્ષ્ય બનશે
