રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે, ભારત-રશિયા સહયોગ કોઈપણ દેશ વિરુદ્ધ નથી. તેનો એકમાત્ર હેતુ બંને દેશોના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનો છે.રશિયા સાથે ભારતના ઉર્જા સંબંધો અંગે, શ્રી પુતિને કહ્યું કે કેટલાક દેશો રશિયા સાથેના ગાઢ સંબંધોને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતની વધતી ભૂમિકાને નાપસંદ કરે છે અને રાજકીય કારણોસર અવરોધો ઉભા કરીને ભારતના પ્રભાવને ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો અંગે, શ્રી પુતિને કહ્યું કે તેમનો ભારત સાથે રશિયાના ઉર્જા સહયોગ પર બહુ પ્રભાવ પડ્યો નથી. શ્રી પુતિને તેમની બે દિવસીય ભારત મુલાકાત પહેલા એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં આ નિવેદન આપ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 5, 2025 9:49 એ એમ (AM)
રશિયાના રાષ્ટ્રપતિ પુતીને કહ્યું કે ભારત- રશીયા સહયોગ કોઇ પણ દેશ વિરૂધ્ધ નથી પણ બંને દેશોનું રાષ્ટ્રીય હિત જાળવવાનો