રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકા સાથેના આગામી ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ રહેલા પરમાણુ શસ્ત્ર મર્યાદા કરારને વધુ એક વર્ષ માટે લંબાવવાની તૈયારી દર્શાવી છે. તેમણે અમેરિકને આ કરારનું પાલન કરવા અપીલ કરી છે.
શ્રી પુતિને કહ્યું કે 2010માં હસ્તાક્ષર કરાયેલા ન્યૂ START કરારને સમાપ્ત થવા દેવાથી અસ્થિરતા વધશે અને પરમાણુ શસ્ત્રોના પ્રસારને વેગ મળી શકે છે. શ્રી પુતિને કહ્યું કે 5 ફેબ્રુઆરી, 2026 ના રોજ કરાર સમાપ્ત થયા પછી રશિયા વધુ એક વર્ષ માટે તેની મર્યાદાઓનું પાલન કરવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે ન્યૂ START કરાર પર તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તત્કાલીન રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારમાં દરેક દેશને 1550 થી વધુ પરમાણુ શસ્ત્રો, 700 મિસાઇલો અને બોમ્બર્સ તૈનાત કરવા સુધી મર્યાદિત કરવામાં આવ્યો હતો. કરારમાં પાલન ચકાસવા માટે સ્થળ પર નિરીક્ષણની પણ જરૂર છે.
જો કે કોવિડ રોગચાળાને કારણે 2020 માં નિરીક્ષણો બંધ કરવામાં આવ્યા હતા જે ફરી શરૂ થયા નથી. આ કરાર મૂળ 2021 માં સમાપ્ત થવાનો હતો, પરંતુ તેને બીજા પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 1:52 પી એમ(PM)
રશિયાના રાષ્ટ્રપતિએ અમેરિકા સાથેના આગામી ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ રહેલા પરમાણુ શસ્ત્ર મર્યાદા કરારને વધુ એક વર્ષ માટે લંબાવવાની તૈયારી દર્શાવી.